શ્રી પટેલ કે.જે. પરિવાર આદર્શ વિદ્યાલય, બોરુ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
મારો જન્મ મારા માતા-પિતાને આભારી છે પણ મારું જીવન મારા ગુરૂજનોને આભારી છે. - એલેકઝાન્ડર.

અભિપ્રાય

શાળાના કાર્યની કદર કરવા કે તમારો અભિપ્રાય જણાવવા નીચેના અભિપ્રાય પર ક્લીક કરી એક અભિપ્રાય અવશ્ય લખો .

અભિપ્રાય @ FEED BACK

@ શાળાનો ઈતિહાસ @

=>> કોઈ પણ સંસ્થાના પ્રાગટ્યમાં સમાજની અનિવાર્ય જરૂરિયાત, વિકાશશીલ દ્રષ્ટીબિંદુ અને સુજ્ઞ વિચારશીલ વ્યક્તિઓની સ્વપ્નસિદ્ધિ કારણભૂત હોય છે અને તેમાં કર્મયોગીઓનો કર્મ યોગ ભળે છે, ત્યારે સ્થપાય છે એક વિશાળ  સંસ્થા.
=>> શાળાની સ્થાપના કન્યા કેળવણીના ઉમદા હેતુ સાથે ગ્રામજનો દ્વારા ઈ.સ.1980 માં શ્રી અંબાજી માતાના મંદિરમાં 30 વિદ્યાર્થીઓથી  શરૂઆત કરવામાં આવી હતી
=>> મકાનની જરૂરિયાત અને ભૌતિક સુવિધાનો પ્રશ્ન ઉભો થયો ત્યારે પટેલ કકુબા જીવાભાઈ પરિવારના શિક્ષણ પ્રેમી અને દીર્ધદ્રષ્ટા દીકરાઓ શ્રી નારાયણભાઈ તથા પ્રહલાદભાઈના સહયોગથી અને ગ્રામજનોના પરિશ્રમથી પાકા મકાનની વ્યવસ્થા થઇ.
=>> સૌપ્રથમ 1980માં માધ્યમિક વિભાગથી શરૂઆત થઇ ધીમે ધીમે સંસ્થાએ પ્રગતિ કરીને ઈ.સ.1994 થી પ્રાથમિક(ખાનગી) વિભાગ શરુ કર્યો. વિદ્યાર્થીઓ નવી ટેકનોલોજી સાથે તાલ મિલાવી શકે, કંઈક નવું  શીખે તેવા હેતુથી ઈ.સ.2009 થી કોમ્પ્યુટર શિક્ષણની શરૂઆત કરવામાં આવી. ઈ.સ.2011થી ઉચ્ચતર માધ્યમિક વિભાગની શરૂઆત કરવામાં આવી.
=>> આમ ગ્રામજનોના અને દાનવીરોના સહયોગથી 30 વિદ્યાર્થીઓથી શરુ કરેલ  સ્કૂલ આજે વટવૃક્ષ બનીને બાળકોને મીઠા ફળ આપી  રહી છે.
=>>ગામના  શિક્ષણપ્રેમી વ્યક્તિઓ, જાગૃત યુવાનો અને દાનવીરોને નમ્ર સુચન છે કે  આપ સૌના સાથ અને સહકારથી સ્કૂલને નવા શિખરો સર  કરાવીએ અને ગામનું નામ રોશન કરીએ.