શ્રી પટેલ કે.જે. પરિવાર આદર્શ વિદ્યાલય, બોરુ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
મારો જન્મ મારા માતા-પિતાને આભારી છે પણ મારું જીવન મારા ગુરૂજનોને આભારી છે. - એલેકઝાન્ડર.

અભિપ્રાય

શાળાના કાર્યની કદર કરવા કે તમારો અભિપ્રાય જણાવવા નીચેના અભિપ્રાય પર ક્લીક કરી એક અભિપ્રાય અવશ્ય લખો .

અભિપ્રાય @ FEED BACK

@ શાળાની વર્તમાન જરૂરિયાતો @

 =>> શાળાના વિકાસપ્રેમી દાતાઓને જણાવવાનું કે આપના ગામના વિદ્યાર્થીઓનો વિકાસ થાય, આજની ટેકનોલોજી સાથે તાલ મિલાવી શકે અને ગામના વિદ્યાર્થીને ગામમાંજ તાલુકાની સ્કૂલો જેવી ભૌતિક સુવિધાઓ મળી રહે તે માટે નીચેની જરૂરિયાતો ઉભી થઇ છે.

(1) શાળાની સંખ્યા વધતા સમૂહ પ્રાર્થના અને સમારોહ કરી શકાય તેવો વિશાળ પ્રાર્થના હોલ.
(2) સંખ્યાની જરૂરિયાત પ્રમાણે વધારાના કોમ્પ્યુટરો અને કોમ્પ્યુટર લેબની વ્યવસ્થા.
(3) બાળકોની સંખ્યા પ્રમાણે સગવડયુક્ત પાણીની પરબ.
(4) ધો-12 શરુ થયા પછી અવેજી શિક્ષકોના માનદવેતન માટે શિક્ષણફંડની વ્યવસ્થા. 
(5) શાળાના આર્થિક મુશ્કેલીવાળા બાળકોને સહાયક બનવા વિકાસફંડ .
(6) શાળા કેમ્પસનું બાકી રહેલ દિવાલનું કામ.
(7) વ્યાયામના સાધનો માટે અલગ વ્યાયામ ખંડ.
(8) ચોકીદાર માટે અલગ ઓરડીની વ્યવસ્થા.
(9) વૈશ્વિક વિકાસ સાથે સ્માર્ટ ક્લાસ અને પ્રોજેક્ટર થકી શિક્ષ માટે વ્યવસ્થા. 
(10) શાળાના બાળકોના ઈતર વાંચન માટે અધતન પુસ્તકાલય.
 pkjboru@gmail.com